ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદ કારણે સોમનાથ-સાસણ હાઇવે પાણીમાં ગરકાવ - સોમનાથ હાઇવે
ગીર સોમનાથઃ ગીર જંગલના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે જિલ્લાને જૂનાગઢ સાથે જોડતો અને વેરાવળ-તાલાલા સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ થયો હતો. જેથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રીક વરસાદ નોંધાયો હતો. પરંતુ તાલાલા તાલુકામાં મેઘરાજાએ કહેર મચાવ્યો હતો. જેના કારણે સોમનાથ-તાલાલા-સાસણ માર્ગ બંધ થયો હતો. ભારે વરસાદને કારણે ધુસીયા ગામ નજીક રોડ પર કેડ સમા પાણી વહેતાં વાહન વ્યહવાર ઠપ્પ થયો હતો.