જન્માષ્ટમીના દિવસે સોમનાથ મહાદેવનો શ્રીજી અવતાર - સોમનાથ મહાદેવ
ગીર સોમાનાથઃ શ્રીકૃષ્ણની નિજધામ ગમન ભૂમી તરીકે ઓળખાતા પ્રભાસ તીર્થને હરિ અને હરની ભૂમિ કહેવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવને જ્યારે ઘડીઓ ગણાઈ રહી હતી, ત્યારે સોમનાથ આવતાં ભાવિકોને શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને સોમનાથ મહાદેવની એકસાથે ઝાંખી કરાવતો શૃંગાર કરવામાં આવ્યો હતો. શૃંગારમાં નંદબાબા બાલકૃષ્ણને ટોકરીમાં માથે રાખીને યમુના પાર કરાવતાં હોવાનું દ્રશ્ય બનાવવામાં આવ્યું હતું. નાનો ઝુલો અને તેના ઉપર બાલ સ્વરૂપમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ બિરાજમાન કરાઈ હતી. કૃષ્ણના કિશોર સ્વરૂપની પણ પ્રતિકૃતિ મંદિરના પૂજારી ગણ દ્વારા બનાવવામાં આવી હતી.