મહેસાણામાં નગરજનો સૂર્યગ્રહણની ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા ! - મહેસાણા સૂર્યગ્રહણનો નજારો
મહેસાણા: રવિવારે મહેસાણાનાં તમામ વિસ્તારમાંથી લગભગ 3.35 કલાક સુધી અવકાશમાં સૂર્યગ્રહણની ઘટના જોવા મળી હતી. લોકોએ આ ઘટનાને જોવા માટે એક્સરે પેપર અને વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી પોતે સૂર્યગ્રહણનો ઐતિહાસિક નજારો જોઈ ખૂબ ખુશીનો અનુભવ કર્યો હતો. ખાસ ધાર્મિક માન્યતાઓ પ્રમાણે સૂર્યગ્રહણથી જિલ્લાના મંદિરોમાં પૂજાપાઠ અને દર્શન બંધ રાખવામાં આવ્યા હતા. ખગોળીય ઘટનાને પગલે જ્યોતિષ આચાર્યોએ પણ સૂર્યગ્રહણની આ ઘટના પર કેટલાક સારા ખોટા અણસારનું તારણ કાઢ્યું છે તો સૂર્યગ્રહણ સમયે એક મોટો પડછાયો સર્જાતા સમગ્ર વિસ્તારમાં આંશિક અંધારપટ જેવો નજારો જોવા મળ્યો હતો, ત્યારે આ સૂર્યગ્રહણથી જીવશ્રુષ્ટિ અને પ્રકૃતિ પર શું અસર વર્તાય છે તે તો આવનારા દિવસોમાં જોવું રહ્યું..!