લીંબડીની શાક માર્કેમાં ઉડયા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા - સુરેન્દ્રનગર અપડેટ
સુરેન્દ્રનગર: લીંબડી શહેરી વિસ્તારમાં કોરોના વાઇરસનો કહેર હોવા છતા શાકમાર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. શાકમાર્કેટ આસપાસના રહેણાક વિસ્તારોમાં અંદાજે 15 થી વધુ કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા હોવા છતાં લોકોની ભીડ ઉમટી પડી હતી. કોરોના વાઇરસનું સંક્રમણ વધતા શાકમાર્કેટને આગામી તારીખ 31 જુલાઈ સુધી સવારના 9 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાના નિર્ણયનું પણ ઉલ્લંઘન થઈ રહ્યુ છે.