ગંદકી અને દૂષિત તળાવને લઈને સામાજિક કાર્યકરે કર્યો અનોખો વિરોધ - સામાજિક કાર્યકર
વડોદરા: શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધૂમ મચી રહી છે. શહેરના દૂષિત તળાવોમાં ગણેશજીની પ્રતિમાને વિસર્જન કરવામાં આવે છે, ત્યારે આવા તળાવમાં મૂર્તિ વિસર્જન થાય નહી તે માટે શહેરના એક સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા શહેરના અલગ અલગ તળાવો અને ગટરો પાસે ગણપતિનો પહેરવેશ ધારણ કરી વિરોધ દર્શવ્યો હતો. જે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા હતાં.