ખેડામાં ક્ષત્રિય રાજપૂત સમાજનું સ્નેહમિલન સંમેલન યોજાયું - રાજપૂત સમાજનું સ્નેહમિલન સંમેલન
ખેડા: જિલ્લાના કપડવંજ તાલુકાના કલાજી ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સ્નેહમિલન સંમેલન યોજવામાં આવ્યું હતું. આગેવાનો સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કપડવંજ તાલુકાના કલાજી ગામે સમસ્ત ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલન સંમેલનમાં આગેવાનો દ્વારા સમાજમાંથી વ્યસનો દૂર થાય, સમાજના યુવાનોનો વિકાસ થાય, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ સૌનો વિકાસ થાય તે માટે કાર્ય કરવા જણાવાયું હતું. સંમેલનમાં કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભી, કપડવંજ તાલુકા ભાજપ પ્રમુખ ધુળસિંહ સોલંકી, ગણપતસિંહ વજેસિંહ રાઠોડ મહામંત્રી, ક્ષત્રિય રાજપૂત યુવા શક્તિ ટ્રસ્ટ પ્રમુખ સ્નેહલસિંહ સોલંકી સહીત ખેડા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.