સુરતમાં 66,300 રોકડ સહિત તિજોરી લઈ તસ્કરો ફરાર - 66300 Theft in a Surat closed building
સુરત: કતારગામ ખાતે આવેલ સર્જન સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ પાનસૂરિયા દિવાળીની રજા માણવા પરિવાર સાથે વતન ગયા હતા. જ્યાં તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી 66,300ની રોકડ રકમ અને સોનાના દાગીના તેમજ વિદેશી ચલણ સહિત તિજોરી લઈ ફરાર થઈ ગયા હતા. કતારગામ પોલીસને ઘટનાની જાણ કરતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ઘર નજીક લાગેલા CCTV કેમેરામાં ચોરી કરવા આવેલા 2 અજાણ્યા શખ્સો કેદ થયા છે. પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.