સ્મૃતિ ઈરાની ખાનગી સંસ્થાના કાર્યક્રમમાં તલવારબાઝી કરતા હોવાનો વીડિયો વાઇરલ - સ્મૃતિ ઇરાનીએ તલવારબાઝી કરી
ભાવગનરઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની ભાવનગરની મુલાકાતે છે, ત્યારે શહેરના સરદારનગર ખાતે આવેલા સ્વામીનારાયણ સંસ્થાના ચાલી રહેલા કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની મહેમાન બન્યા હતાં. તેમણે શુક્રવારે સ્ટેજ પર દિકરીઓ સાથે તલવાર ફેરવતા અનેક પ્રશ્નો અને ચર્ચાઓએ જોર પકડ્યું હતું. દિકરીઓએ તલવાર ફેરવતા શીખવ્યા બાદ સ્મૃતિ ઇરાનીએ જાહેરમાં તલવાર ફેરવી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.