અમદાવાદના રસ્તામાં ભૂવાની બોલબાલા... - અમદાવાદના ભુવા
અમદાવાદ: શહેર અવાર-નવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં ખોખરા પોલીસ સ્ટેશન બાજુમાં અગાઉ જે જગ્યાએ ભુવો પડ્યો હતો, તે જ જગ્યાએ સમારકામ કર્યા બાદ ફરીથી ભૂવો પડ્યો છે. આ ભૂવાના સમારકામ કરવામાં સરકારી નાણાં વપરાતા હોય છે, અને તેનો જાણે વેડફાટ થતો હોય તેમ ફરીથી એ જ જગ્યાએ ભૂવા પડવાની ઘટના સામે આવે છે. ખોખરા પોલીસ મથકની બાજુમાં સવારે પાણીની લાઈન તુટી હોવાથી હજારો લીટર પીવાના પાણીનો બગાડ થયો હતો. પાણી ખાતાએ આખા દિવસથી કામગીરી હાથ ધરી હોવા છતા પાણી હજુ પણ વેડફાઈ રહ્યું છે, ત્યારે આ ઘટના સંદર્ભે લોકોમાં રોષ ફેલાયો છે.