સુરત પાણી મીટર વિવાદઃ કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપના સભ્ય અને સમિતિ અધ્યક્ષનો કર્યો ઘેરાવ - સુરત કોંગ્રેસના કોર્પોરેટર
સુરતઃ મહાનગરપાલિકાની ચૂંટણીની અસરને પગલે સુરત મનપાની સામાન્ય સભા તોફાની બની હતી. શહેરમાં પાણીના મીટરની પ્રથા બંધ કરવા માટે કોંગ્રેસના સભ્યોએ ભાજપના સભ્ય અને સમિતિના અધ્યક્ષને ઘેરી લીધા હતા. તેમજ તેઓને ઉગ્ર રજૂઆત કરી હતી. મોટા વરાછા અને યોગીચોક સહિતના વિસ્તારોમાં પાણીના મીટર સામે વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે કોંગ્રેસી સભ્યોએ બેનરો સાથે સભાગૃહની બહાર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ બંને પક્ષો વચ્ચે નારાબાજી થઈ હતી.