ગુજરાત

gujarat

ETV Bharat / videos

લોકડાઉન 3.0: પાટણ જિલ્લામાં લોકડાઉનની હાલની પરિસ્થિતિ - corona cases in patan

By

Published : May 10, 2020, 12:51 PM IST

પાટણ: કોરોના મહામારીને પગલે આરોગ્ય તંત્ર દ્વારા પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 800થી વધુ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 23 છે. એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 16 દર્દીઓને સારવાર બાદ સરકારની ગાઇડલાઈન્સ મુજબ ડિસ્ચાર્જ કરાયા છે. હાલમાં ધારપુર હોસ્પિટલમાં કોરોનાના 6 દર્દીઓ સારવાર હેઠળ રખાયા છે. ધારપુર હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સંક્રમણનું જોખમ ઘટે તે માટે તાજેતરમાં હોસ્પિટલ ખાતે રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. જે દર્દીઓને દવા, ભોજન, પાણી આપવાની સાથે સેનેટાઇઝેશન પણ કરશે. લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા પોલિસ તંત્ર પણ સક્રિય છે. શહેરમાં બિનજરૂરી રીતે નીકળતા લોકો તેમજ વાહનચાલકો સામે પોલિસે લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ABOUT THE AUTHOR

...view details