બોટાદ કોંગ્રેસના મહિલા મોરચાની બહેનોએ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો
બોટાદઃ જિલ્લા કોંગ્રેસના મહિલા મોરચા સમિતિ દ્વારા ગેસ સિલિન્ડરના ભાવ વધારાના મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. વધુમાં તેઓની માંગણી છે કે, આ ગેસ સિલિન્ડરના ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરાશે. હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા દ્વારા ગેસ સિલિન્ડર પરની સબસિડી દૂર કરી એક સાથે 150 રૂપિયા જેટલો તોતિંગ ભાવ વધારો ઝીંકી દેવામાં આવતા સરકારની આ ભાવ વધારાની નીતિ સામે વિરોધ નોંધાવી બોટાદ જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.