સિમીના સંસ્થાપક સદસ્ય શાહિદ બદ્રની ગુજરાત પોલીસે કરી ધરપકડ - આઝમગઢ
ઉત્તરપ્રદેશઃ પ્રતિબંધિત સંગઠન સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટના સંસ્થાપક સદસ્ય આજમગઢ જનપદના શહેર કોતવાલીના મંસૂબા નિવાસી બદરે આલમની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. 2 શાહીદ અરાજીબાગમાં યુનાની ક્લિનિક ચલાવતો હતો. ગુજરાતમાં 2001 દરમિયાન ઉશ્કેરીજનક ભાષણ આપવા બદલ ગુજરાત પોલીસ તેની શોધમાં હતી. ગુરુવારે મોડી રાત્રે આજમગઢ પહોંચેલી ગુજરાત પોલીસે શાહિદની ધરપકડ કરી છે.