ધનસુરાના પ્રસિધ્ધ ગઢીમાતાજીના મંદિરે ચાંદી અને માટીના ગરબા ચડાવવામાં આવ્યા - Silver and clay garbas were placed in the temple of Gadhimataji
અરવલ્લીઃ જિલ્લાના ધનસુરામાં આવેલ પ્રસિદ્ધ ગઢીમાતાના મંદિરે આઠમના દિવસે ચાંદી અને માટીના ગરબા ચડાવવામાં આવ્યા હતા. પોતાની માનતા પૂરી થતા ભક્તો દર વર્ષે મોટી સંખ્યામાં આઠમના દિવસે આ મંદિરે દર્શન કરવા માટે આવે છે અને ચાંદી અને માટીના ગરબા ગઢીમાતાજીને ચડાવે છે. અહીં લોકો સગાઈ, પશુઓની માનતા, બાળકની માનતા જેવી માનતાઓ રાખે છે. આઠમના દિવસે મંદીરમાં યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. લોકોએ રામજી મંદિરના મહંત મહામંડલેશ્વર પુરણશરણદાસજી મહારાજના પણ આશીર્વાદ લીધા હતા. મંદિરમાં લોકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.