સિહોર પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ લાંચના ગુનામાં સપડાયો - ન્યુઝ ઓફ ભાવનગર
ભાવનગર: સિહોર પોલીસ મથકનો હૅડ કોન્સ્ટેબલ રૂ.50,000ની લાંચ લેવામાં સપડાયો હતો. બુટલેગર પાસેથી દારૂના કેસમાં નામ નહિ ખોલવા બાબતે રૂ.2 લાખની માગ કરી હતી. બુટલેગરે ACBને જાણ કરી ટ્રેપ ગોઠવી હતી. ACBમાં ફસાયાની જાણ થતાં હેડ કોન્સ્ટેબલ ગૌતમ રામાનુજ રૂપિયા લઈને ફરાર થયો હતો. આ વાત જાણ થતાં પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.