દ્વારકામાં 53 વર્ષથી ચાલતી અખંડ રામધૂનમાં દીપ પ્રાગટ્ય કરી રામમંદિરનું સ્વાગત કરાયું... - 5thAugustGoldenDay
દેવભૂમિ દ્વારકા: શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા ખાતે શિલાન્યાસના ભવ્ય કાર્યક્રમની ઉજવણી નિમિતે દ્વારકામાં આવેલ રામ મંદિર ખાતે ભક્તો દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું. યાત્રાધામ દ્વારકામાં શ્રી રામ મંદિરે 53 વર્ષથી ચાલતી અખંડ રામધૂન ખાતે આજના દિવસે 51 દીપ પ્રાગટ્ય કરી ભક્તોએ શ્રી રામમંદિરનું સ્વાગત કર્યું હતું.