મહા શિવરાત્રી: જ્યોતિર્લિંગ સોમનાથની મહાઆરતીના કરો દર્શન - જ્યોતિર્લિંગ
ગીર સોમનાથ: આજે મહા શિવરાત્રીના પવન પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લાખોની સંખ્યામાં ભક્તો શિવ દર્શનાર્થે આવી રહ્યાં છે. વહેલી સવારથી જ સોમનાથ મંદિર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે લોકો દોઢથી બે કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા રહ્યા મહાદેવના દર્શન કરી રહ્યાં છે. આજે મહા આરતી કરવામાં આવી હતી. નિહાળો સોમનાથ જ્યોતિર્લિંગની મહા શિવરાત્રીની મહાઆરતી ઈટીવી ભારત સાથે...