અંબાજીમાં શિવરાત્રીને લઇ શિવભક્તોને ફરાળી વાનગીનો પ્રસાદ વિતરણ કરાયો - અંબાજીના માનસરોવર અને કૈલાસ ટેકરી
બનાસકાંઠા : અંબાજીના માનસરોવર અને કૈલાસ ટેકરી શાંતીનાથ મહાદેવજી, કુંભેશ્વર મહાદેવ, પરશુરામ પૌરાણીક શિવ મંદિર સહિત અનેક મંદિરોમાં વહેલી સવારથી જ શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી .જો કે શિવરાત્રી પર્વને લઇ લોકો ઉપવાસ કરતાં હોય છે. ત્યારે શિવમંદિરે જતા શિવભક્તોને ફરાળી વાનગીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. તેમજ શિવાલયોમાં શિવાત્મક હોમ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.