ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ, મહાશિવરાત્રી મેળો શરૂ
જૂનાગઢઃ ભવનાથ મહાદેવ મંદિર પર ધાર્મિક વિધિ વિધાન સાથે ધ્વજાનું પૂજન કરીને મહા શિવરાત્રી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે. ભવનાથ મંડળના સાધુઓની હાજરીમાં પૂજન અને ભવનાથ મહાદેવની આરતી બાદ મેળો વિધિવત ખુલ્લો મુકાયો હતો. આજે વહેલી સવારે શુભ ચોઘડીયે ભવનાથ મહાદેવ પર ધ્વજારોહણ કરીને મહાશિવરાત્રીના મેળો શરૂ થઈ ગયો છે. આજથી પાંચ દિવસ સુધી સોમનાથ ગિરિ તળેટી પર હર હર મહાદેવના નાદથી ગુંજશે.
Last Updated : Feb 17, 2020, 12:31 PM IST