નટુકાકાના ઊંઢાઈ ગામે લાખેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરાઈ - Mahashivratri 2020
મહેસાણાઃ આજે શિવરાત્રીનો મહાપર્વને લઈ ઠેર ઠેર શિવાલયોમાં શિવજીની ભક્તિનો ભવ્ય પર્વ ઉજવાયો હતો. જોકે તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરિયલમાં આવતા નટુકાકા પોતે જે ઊંઢાઈ વાળા તરીકે ઉલ્લેખ કરે છે. બટેવા ઊંઢાઈ ગામે સોલંકી કાલીન લાખેશ્વર મહાદેવનું 800 વર્ષથી વધુ પૌરાણિક શિવાલય આવેલું છે. જ્યાં શિવરાત્રીના મહાપર્વની ઉજવણીના ભાગ રૂપે યજ્ઞ હવન અને શિવજીના જુદા જુદા અભિષેકો અને પ્રસાદ અર્પણ કરી સાંજે દાદાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે સતત લોકોને મનોરંજન માટે ટીવી પર આવતી તારક મહેતા સીરિયલના નટુકાકા પણ શિવરાત્રી માટે પોતાના ગામ ઊંઢાઈમાં આવી લાખેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવે છે. નટુકાકાના માનવા પ્રમાણે લાખેશ્વર મહાદેવના દર્શનથી મનની મનોકામના પૂર્ણ થાય છે અને દાદાના આશીર્વાદથી જ પોતે આજે જે કાંઈ છે તે શક્ય બન્યું છે અહીંના માત્ર નટુકાકા એવા ઘનશ્યામ નાયક પરંતુ દૂર દૂરથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં શિવદર્શને અહીં આવે છે.