મહા શિવરાત્રી: જામનગરમાં હર હર મહાદેવના નાદથી ભક્તો શિવમય બન્યા - Chhota Kashi
જામનગર: શહેરને છોટા કાશી કહેવામાં આવે છે. અહીં નાના-મોટા 300થી વધુ મહાદેવના મંદિરો આવેલા છે. જેમાં ખાસ કરીને મહાશિવરાત્રી પર વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહે છે. હર હર મહાદેવના નાદથી જામનગરમાં ભક્તિભાવપૂર્વક લોકો મહાદેવની પૂજા-અર્ચના કરી રહ્યાં છે. મોટાભાગના મહાદેવના મંદિર પર લોકો દર્શનાર્થે ઉમટ્યા છે, લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. શિવ અને જીવનો સંયોગ એટલે શિવરાત્રી જામનગરમાં શિવરાત્રીની રોનક જોવા મળી રહી છે. શહેરના મોટા ભાગના મંદિરો પર વહેલી સવારથી જ લોકો દર્શનાર્થે ઉમટ્યા છે.