મોરબીના રામધન આશ્રમમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન - શિવ મહાપુરાણ કથા
મોરબીઃ શહેરના રામધન આશ્રમ ખાતે ઉમિયા મંદિરે રામદેવજીના મંડપને 12 વર્ષ પુરા થાય છે, તે નિમિતે મહંત ભાવેશ્વરીબેન અને સેવકગણ દ્વારા બાળવિદુષી રતનબેન વ્યાસના આસને શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો કથાનું રસપાન કરવા આવી રહ્યાં છે. આ કથા દરમિયાન આવતા ધાર્મિક પ્રસંગોમાં શિવ મહાત્મ્ય, લિંગ પ્રાગટ્ય, શિવસતી કથા, સતીનો ઉમિયા સ્વરૂપે જન્મ, શિવપાર્વતી વિવાહ, ગણપતિ પ્રાગટ્ય કથા, રુદ્રાક્ષ મહીમા અને જ્યોતિર્લિંગો કથાના પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવ્યા હતા. આ સાથે રામધન આશ્રમ ખાતે 108 પોથી રામદેવ દર્શન, 108 રાંદલ ઉત્સવ, મેડીકલ કેમ્પ તથા સમૂહ યજ્ઞોપવિતનું આયોજન પણ મહંત ભાવેશ્વારીબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.