વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે શમશેરસિંગે ચાર્જ સંભાળ્યો - Brahmbhatt
વડોદરાઃ જિલ્લામાં નવા પોલીસ કમિશ્નર તરીકે ડૉ.સમશેરસિંગની નિમણુંક કરવામાં આવી છે. પ્રતાપનગર ખાતે આવેલા પોલીસ હેડક્વાટર ખાતે આર.બી.બ્રહ્મભટ્ટને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આર. બી. બ્રહ્મભટ્ટની વિદાયના બીજા જ દિવસે નવા પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસિંગે ચાર્જ સંભાળ્યો છે. ડૉ.શમશેરસિંગ કડક છબી ધરાવતા પોલીસ અધિકારી છે અને સરકારના ટ્રબલ શુટર તરીકે જાણીતા છે. તેઓ અત્યાર સુધી એસ.સી.આર.બી એન્ટી કરપ્શન બ્યુરો સુરત રેંજ આઇજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
Last Updated : Jan 7, 2021, 7:05 PM IST