રાજસ્થાન શિક્ષક ભરતી આંદોલન સમેટાતા શામળાજી-ઉદયપુર હાઈવે ફરી શરૂ - શામળાજી-ઉદયપુર હાઈવે
અરવલ્લીઃ રાજસ્થાનમાં શિક્ષક ભરતી વિવાદને લઇ છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા આંદોલનના પગલે જિલ્લામાંથી પસાર થતા શામળાજી-ઉદયપુર નેશનલ હાઈવે-8 બંધ રાખવામાં આવ્યો હતો. જેથી હજારો ટ્રક ચાલકો ચાર દિવસથી ફસાયા હતા. જો કે, રવિવારે સાંજે ખેરવાડા પંચાયત સમિતિ કાર્યાલય ખાતે આંદોલનકારીઓ સાથે સ્થાનિક નેતા અને પ્રશાસન તંત્રએ રાજસ્થાન સરકારના ઈશારે બેઠક યોજ્યા બાદ આંદોલન સમેટી લેતા હાઇવેનો ટ્રાફિક પૂર્વરત થયો હતો.