પાટણના બે ગેસ્ટ હાઉસમાંથી કુટણખાનું ઝડપાયું
પાટણ: શહેર ના બે ગેસ્ટ હાઉસ અને એક રહેણાંક મકાનમાંથી બી ડિવિઝન પોલીસે રેડ કરી દેહવ્યાપરના ગોરખધંધાનો પર્દાફાશ કાર્યો હતો. આ રેડમાં અનેક લોકોની ધરપકડ કરી હતી. રેડ દરમિયાન વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસમાંથી દેશી બનાવટની ગેરકાયદેસર રિવોલ્વર મળી આવી હતી. પાટણ શહેરના વિવિધ ગેસ્ટ હાઉસોમાં દેહવ્યાપારનો ધંધો ચાલી રહ્યો હોવાની માહિતી જિલ્લા પોલીસ અધિક્ષકને મળતા શહેરમાંથી આ બદીને ડામી દેવા સૂચનાઓ આપી હતી. ત્યારે બાતમી આધારે Dysp પાયલ સોમેશ્વરે અલગ અલગ ટિમો બનાવી શહેરના ગાંધી બાગ નજીક આવેલ નસિબ ગેસ્ટ હાઉસ અને ચાણસ્મા હાઇવે માર્ગ પર આવેલ વ્રજ પેલેસ ગેસ્ટ હાઉસ તેમજ ગુરુકુલ શાળા નજીકના એક રહેણાંક મકાનમાં ઓચિંતી રેડ કરી હતી.