શ્રાવણ માસના વરસાદમાં છલકાયેલી ગટરનું પાણી મંદિરમાં ઘૂસ્યું - ગીર સોમનાથ ન્યૂઝ
ગીર સોમનાથઃ વહેલી સવારથી જ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરંતુ વેરાવળના તપેશ્વર રોડ વિસ્તારમાં આવેલા તપેશ્વર મહાદેવના મંદિરમાં ગટરના પાણી ઘૂસી જતા લોકોમાં ખૂબ જ દુઃખની લાગણી અનુભવાઈ હતી. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શ્રાવણ માસની અંદર લોકો મહાદેવને દૂધ કે પાણીનો અભિષેક કરતાં હોય છે. પરંતુ દુર્ભાગ્યવશ તપેશ્વર મંદિરમાં વરસાદને કારણે ગટરનું છલકાયેલું પાણી શિવલિંગ સુધી પહોંચ્યું હતું. ત્યારે મંદિરની અંદર ગટરનું પાણી પ્રવેશેલું જોઈ દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ પણ દુઃખી થયા હતા. લોકોનું કહેવું છે કે, નગરપાલિકા દ્વારા યોગ્ય પાણીના નિકાલની વ્યવસ્થા થવી જોઈએ.