અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં શહેરના અનેક વિસ્તારો સ્વયંભૂ બંધ - ભારત બંધન એલાન
અમદાવાદઃ દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ ચાલી રહ્યો છે, ત્યારે આજે સમગ્ર ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના સમર્થનમાં કેટલાક રાજકીય પક્ષ તથા કેટલાક સમુદાયો દ્વારા બંધ રાખવામાં આવ્યું છે. ત્યારે જમાલપુર, જુહપુર, લાલદારવાજા, કારંજ, ત્રણ દરવાજા સહિતના અનેક વિસ્તારોમાં લોકોએ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં ભારત બંધના એલાનને સમર્થન આપી બંધ રાખ્યું છે. જે જગ્યાએ દુકાનો ચાલુ રાખવામાં આવી હતી ત્યાં કેટલાક લોકોએ બંધ પણ કરાવી છે. રીક્ષા ચાલક યુનિયન દ્વારા પણ બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. પરંતુ તેની કોઈ અસર શહેરમાં જોવા મળી નથી, શહેરમાં રાબેતા મુજબ રીક્ષા ચાલુ જ છે.
Last Updated : Dec 19, 2019, 1:24 PM IST