ઓખા બંદરની મોઇન ઇન્ડિયા બોટ ડૂબી, 7 માછીમારો લાપતા - મોઇન ઇન્ડિયા બોટ ડૂબી
દેવભૂમિ દ્વારકાઃ ઓખા બંદરની મોઈન ઇન્ડિયા gj- 11mm 13782 નામની બોટ ત્રણ ડિસેમ્બરે ઓખાથી નીકળી હતી. સાત માછીમારો સાથેની મોઇન બોટ કચ્છના જખૌ નજીક ડૂબી જતા સાત માછીમારો લાપતા થયા છે. ઓખા બંદરની મોહીન IMD, IND GJ-11 MM. 13782 નંબરની બોટ તારીખ ૩ ડિસેમ્બરના રોજ ઓખાથી માછીમારી કરવા નિકળી હતી. જેમાં સાત માછીમારો સવાર હતા, ત્યારબાદ કચ્છના જખૌ નજીક સમુદ્રમાં અકસ્માતે પલટી મારી જતા બોટ ડૂબવા પામી હતી. તેના ઉપર સવાર સાતે માછીમારો હાલ લાપતા બન્યા છે. બનાવની જાણ થતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. બનાવની જાણ થતા બોટ માલિક પણ ચિંતાગ્રસ્ત બન્યા છે. હજુ સુધી સાથતે માછીમારોના કોઇ ભાળ મળી નથી, જ્યારે સાતે માછીમારો કોડીનાર અને ઉના વિસ્તારના છે.
Last Updated : Dec 9, 2019, 11:00 PM IST