અમદાવાદમાં કોરોના મહામારી વચ્ચે લાયન્સ કલબ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરાયો
અમદાવાદ: દેશનું આર્થિક તંત્ર બદલાતા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે, ત્યારે લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા સેવાનો ગોલ બનાવવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી 20,000થી વધુ સેનિટાઈઝર બોટલ અને માસ્કનું વિતરણ કર્યું હતું તથા 10,000થી વધુ રાશન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં વિઝન પ્રોજેકટ અંતર્ગત 7000 સ્કૂલના વિદ્યાર્થીઓનું સ્ક્રીનિગ અને 3500થી વધુ દર્દીઓના મોતીયાનું ઓપરેશન કરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણને ધ્યાનમાં રાખીને 50,000થી વધુ વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.