ગોધરાના સાવન કિરપાલ રુહાની મિશનની સેવાકિય પ્રવૃત્તિ, સત્સંગ સાથે મેડિટેશન - સાવન કિરપાલ રુહાની
પંચમહાલ : જિલ્લાના ગોધરાના કિરપાલ રુહાલની મિશન આશ્રમમાં ધાર્મિક સત્સંગ સાથે મેડિટેશન શિબિર પણ યોજાઇ છે. ગોધરાના જાફરાબાદ વિસ્તારમાં આવેલા આ આશ્રમમાં ખાસ કરીને મહિલાઓ માટે સીવણ ક્લાસ પણ ચલાવવામાં આવે છે. જે તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે. આ આશ્રમમાં કોમ્પ્યુટરના ક્લાસ પણ ચલાવવામાં આવે છે. જેથી ગરીબ બાળકોને કોમ્પ્યુટરનું જ્ઞાન મળી રહે, તેમજ ખાસ કરીને ગોધરામાં આવેલા બાળ રિમાન્ડ હોમના બાળકોને પણ આશ્રમમાં લાવી કોમ્યુટર તેમજ મેડિટેશન કરવામાં આવે છે. આ આશ્રમ દ્વારા રક્તદાન કેમ્પ તેમજ બીજી અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે.