ગંભીર કોરોના વાઈરસઃ બેદરકાર જનતાને સમજાવવા અધિકારીઓ મેદાને... - careless public
ગીર સોમનાથઃ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ આવેલું હોય અહીં પરપ્રાંતીય યાત્રિકો આવતા હોય છે. કોરોના વાઈરસ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે વેરાવળ શહેરના તમામ રેસ્ટોરન્ટ, લોજ, હોટેલ તેમજ ફાસ્ટફૂડની લારીઓ બંધ કરવા માટે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. જેનું પાલન ન કરનારાઓને સોમવારે તંત્રએ 5000નો દંડ ફટકાર્યો હતો. ભવિષ્યમાં જો સરકારનો આદેશ ન માન્યો તો પોલીસ દ્વારા ધરપકડ કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. આ તકે ETV BHARAT સાથેની વાતચીત દરમિયાન પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, તબક્કાવાર રીતે આ ચેકીંગ શરૂ રાખવામાં આવશે. જ્યાં સુધી સ્થિતી કાબુ ન થાય ત્યા સુધી આ ઝૂંબેશ ચાલુ રહેશે.