વલસાડઃ મિશન સાહસી અંતર્ગત ૩૦૦૦ વિધાર્થિનીઓ મેળવી રહી છે સેલ્ફ ડિફેન્સ પ્રશિક્ષણ - વલસાડ ન્યૂઝ
વલસાડઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મિશન સાહસી હેઠળ જિલ્લાની વિદ્યાર્થીનીઓએ નિર્ભય નહીં નીડર બને તે માટે 3 હજાર વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સનું પ્રશિક્ષણ અપાઇ રહ્યું છે. વર્તમાન સમયમાં બની રહેલી મહિલાઓ સાથેની ઘટનાઓ સામે સ્વયં રક્ષણ કરી શકે તે હેતુથી વલસાડની આઠ જેટલી શાળાઓમાં અભ્યાસ કરતી કુલ 3 હજાર વિદ્યાર્થીનીઓ માટે સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ મિશન સાહસી હેઠળ આયોજીત કરવામાં આવ્યું હતું. કસ્તુરબા હોસ્પિટલ પાસે આવેલી જમનાબાઇ સ્કૂલમાં મંગળવારે 300થી વધુ વિદ્યાર્થીનીઓને કરાટેના વિવિધ દાવપેચનું પ્રશિક્ષણ તજજ્ઞ શિક્ષકો દ્વારા આપવામાં આવ્યું હતું.