લોકગાયક અભેસિંહ રાઠોડે નર્મદા ડેમ ભરાયેલો જોઈને રાજીપો કંઈક અલગ રીતે રજૂ કર્યો… - વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મ દિવસે નર્મદા આવ્યા
નર્મદાઃ સરદાર સરોવર ડેમ 138 મીટરથી વધુ ભરાયો છે, જેના વધામણા કરવા માટે ખાસ નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મ દિવસે નર્મદા આવ્યા હતાં. તે પ્રસંગે લોકગાયક અને ડાયરાના કલાકાર અભેસિંહ રાઠોડે ETV ભારત સાથે ખાસ વાત કરી હતી અને તેઓએ પોતાનો રાજીપો કંઈક અલગ રીતે રજૂ કર્યો હતો. તેઓએ સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોઈને પણ આનંદ વ્યક્ત કર્યો હતો. તે સાથે કશ્મીરમાંથી 370મી કલમ દૂર કરી તેને પણ આવકાર આપ્યો હતો. નર્મદા ડેમના 23 દરવાજા ખુલ્લા હતાં, તે જોઈને અભેસિંહ રાઠોડે ETV ભારત માટે ઝવેરચંદ મેઘાણી, રચિત મોર બની થનગનાટ કરે ગીત ગાયું હતું, આવો આપણે પણ સાંભળીએ, તેમના સ્વરમાં જ