લોકડાઉનનો પાંચમો દિવસ, જુઓ પોરબંદરની શું છે સ્થિતિ ? - કોરોના વાઈરસ ન્યૂઝ
પોરબંદરઃ કોરોના વાઈરસના પગલે રાજ્યભરમાં lockdownની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આજે પાંચમો દિવસ છે. પોરબંદરમાં પણ લોકો દ્વારા ઘરમાં રહીને તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે અને પોલીસ સહિત તબીબી સ્ટાફ પણ ખડે પગે છે. ત્યારે પોરબંદર જિલ્લાના ફસાયેલા ગોધરાના મજૂરો માટે ગોધરા જવામાટે 20 જેટલી બસોને વ્યવસ્થા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને મજૂરો માટે નાસ્તા તથા ચા-પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત રાત્રે તેઓને ગોધરા જવાની પરમીશન આપવામાં આવી હતી. ગોધરાના મજૂરોએ પણ તંત્રનો આભાર માન્યો હતો. ત્યારે વહીવટી તંત્રના પ્રાંત અધિકારી કે. વી. બાટીએ પણ લોકોને બહાર નીકળવા અને તંત્રની સૂચનાનું પાલન કરવા લોકોને જણાવ્યું હતું.