સુરત: ફાયર સેફ્ટીના અભાવે 2 હોસ્પિટલ સહિત નર્સરી સ્કૂલને સીલ કરાઈ - ફાયર વિભાગની ટીમ દ્વારા સિંગણપોરની રીધમ તથા સંસ્કાર હોસ્પિટલમાં સીલ
સુરત: તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના તમામ મલ્ટિપ્લેક્સ મોલ તથા હોસ્પિટલોને ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. કેટલાક લોકો દ્વારા ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવ્યા નથી. જેને લઇ શુક્રવાર વહેલી સવારથી જ ફાયર વિભાગની ટીમ દ્વારા સિંગણપોર કતારગામ ઉધના તથા સગરામપુરા ડીસામાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા સિંગણપોરની રીધમ તથા સંસ્કાર હોસ્પિટલમાં સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ હોસ્પિટલને અગાઉ ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા ફાયર સેફ્ટીના સાધનો લગાડવામાં આવ્યા ન હતા. આ કારણે બંને હોસ્પિટલોને સીલ મારવામાં આવી હતી. આ ઉપરાંત સગરામપુરાની ગુરુકુલ નર્સરી સ્કૂલને પણ સીલ કરાઈ હતી. તેમજ ઉધનમાં ટ્રેડર્સ હાઉસ પણ સીલ કરવામાં આવ્યું હતું.