સુરત: બસ ડ્રાઇવર દારૂ પી બસ ચલાવતા 30 જેટલા બાળકોનો જીવ અધ્ધર કરી દીધો - બસ ડ્રાઇવર
સુરત: સુરતના યુનિક હોસ્પિટલ પાસેથી શનિવારના રોજ GJ-5 BZ 4411 નંબરની રેડિયન્ટ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને ભરીને જતી હતી. જે દરમિયાન એક કાર ચાલકને ટક્કર મારતા બસ રહી ગઈ હતી. જેથી કાર ચાલકે બસ રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બસ ડ્રાઇવરે બસ હકારવાનું ચાલુ રાખતા કાર ચાલક બસના વાયપર પકડી ચઢી ગયો હતો. બાદમાં બસ ચાલકે બસ રોકતા તેને નીચે ઉતાર્યો હતો. બસ ચાલકે પહેલા કાર ચાલક સાથે ગાળાગાળી કરી હતી. જેથી બસ ડ્રાઈવરે દારૂ પીધો હોવાનું આશંકા રાખી કાર ચાલકે પોલીસ કન્ટ્રોલ રુમને જાણ કરી હતી. બીજી તરફ કાર ચાલક બસમાં જતા વિદ્યાર્થીઓએ પોતાને બચાવી લેવા બુહાર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, બસ ડ્રાઈવર બેફામ બસ ચલાવી રહ્યો છે. આગળ પણ બે અકસ્માતની ઘટના બનતી બચી છે. આ વાત સાંભળતા જ જાગૃત નાગરિકે બસ ડ્રાઈવરને પોલીસને સોંપ્યો હતો અને બસ ખટોદરા પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસે પ્રથમ બીજી બસની વ્યવસ્થા કરી બાળકોને તેમના ઘરે મોકલી આપ્યા હતા. પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.