ભરૂચ: જૂનો સરદાર બ્રીજ સમારકામ માટે બંધ, હાઈવે અને ગોલ્ડન બ્રીજ પર ટ્રાફિક જામ - હાઈવે અને ગોલ્ડન બ્રીજ પર ટ્રાફિક જામના દ્રશ્યો
ભરૂચ: વાહન ચાલકો કલાકોના કલાકો ટ્રાફિક જામમાં અટવાયા જૂનો સરદાર બ્રીજ સમારકામ અર્થે બંધ રહેતા હાઈવે અને ગોલ્ડન બ્રીજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ જૂના સરદાર બ્રીજ પર ગાબડા પડતા બ્રિજને શનિવારની રાતથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. 2 દિવસથી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.