ભરૂચના અંકલેશ્વર રોડ પર ખાનગી બસમાં ખામી સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા - ખાનગી બસ ખોટકાતા
ભરૂચઃ અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે પર આવેલ મહાવીર ટર્નિંગ પાસે ખાનગી લક્ઝરી બસમાં ખામી સર્જાઇ હતી. જેને પગલે માર્ગ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. સવારના અરસામાં ટ્રાફિકજામ સર્જાતા નોકરિયાત વર્ગ અટવાયો હતો. ટ્રાફિકજામને પગલે મહાવીર ટર્નિંગથી લઈ રેલવે ફાટક સુધી તો બીજી તરફ ગડખોલ સ્થિત નવનિર્માણ પામી રહેલ બ્રિજ સુધી વાહનોની કતાર લાગી હતી. ટ્રાફિકજામને પગલે અંકલેશ્વર શહેર પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવ્યો હતો.