ભરૂચ નજીક હાઈવે પર સતત 6 દિવસથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા - ભરૂચ નજીક હાઈવે પર સતત છ દિવસથી ભારે ટ્રાફિક જામ
ભરૂચ: નજીક હાઈવે પર સતત છ દિવસથી ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જુના સરદાર બ્રિજનું સમારકામ ન શરુ કરાતા બ્રિજને વાહન વ્યવહાર અર્થે બંધ રાખવામાં આવ્યો છે. જેના પગલે લોકો ટ્રાફિક જામના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ભરૂચ નજીક હિઆવે પર આવેલ જુના સરદાર બ્રીજમાં ગાબડા પડતા સુરક્ષા અને સલામતી માટે બ્રિજને ગત શનિવારની રાત્રીથી વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે. જો કે, આ બાદ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હજુ સુધી બ્રિજનું સમારકામ શરુ કરવામાં આવ્યું નથી. 6 દિવસથી બ્રિજનું સમારકામ શરુ ન થતાં ભરૂચ નજીક હાઈવે પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. બ્રિજની ભરૂચ તરફ 2 km સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી.