સાવલીના મુખ્યમાર્ગોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ - સાવલીના મુખ્યમાર્ગોનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ
વડોદરા : સાવલીમાં થઈ રહેલા નગરના વિકાસ કાર્યો પૈકી સાવલીના મુખ્યમાર્ગોનું નવીનીકરણ, આરસીસી રોડ અને નાળા સહિતના કરાયેલા કામોનું લોકાર્પણ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું હતું. નગરના માર્ગો સાથે મુસ્લિમ સમાજના કબ્રસ્તાનમાં પણ આરસીસી રોડ બનાવ્યો હતો. જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ ધારાસભ્યનું ફુલહાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો.