ભાજપની CAAના સમર્થનમાં ભવ્ય રેલી , ઉર્જાપ્રધાન સૌરભ પટેલ જોડાયા - latestbhavnagarnews
ભાવનગરઃ શહેરમાં જનજાગૃતિ માટે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉર્જા પ્રધાન સૌરભ પટેલ સહિત આગેવાનો બાઇક પર સવાર થઈ રેલીમાં જોડાયા હતા. બાઇક રેલી પહેલા તપસી બાપુની વાડી ખાતે સભા સંબોધવામાં આવી હતી. સભામાં ઉર્જા પ્રધાન સૌરભપટેલ સહિત સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યાં હતા. શહેરના વિવિધ માર્ગ પર ફરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.