જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો, 52 ગામોને મળશે લાભ - gujarati news
જામનગરઃ શહેરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી. આ ડેમ ભરાતા 52 ગામોને મળશે પીવાનું અને સીચાઈનું પાણી મળી રહેશે. ખાસ કરીને જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જામનગર જિલ્લાનો સૌથી મોટો ડેમ ગણાતા સસોઈ 22 ફૂટની સપાટી વટાવી ઓવરફ્લો થયો છે. જિલ્લાના અન્ય ડેમમાં પણ પાણીની ભરપૂર આવક શરૂ થતા ખડુતોમાં ખુશી જોવા મળી રહી છે. સસોઈ ડેમ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને સેલ્ફી લઈ રહ્યા છે.