જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો, જુઓ આકાશી દ્રશ્યોમાં અદભુત નજારો - jamnagar news
જામનગર: જિલ્લામાં સર્વત્ર ભારે વરસાદથી અનેક નદી-નાળાંઓ છલોછલ ભરાઇ ગયા છે. ખાસ કરીને જામનગર જિલ્લાના મોટા ભાગના ડેમો ઓવરફ્લો થયા છે. સસોઈ ડેમ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખેડૂતોને સિંચાઇનું પાણી પૂરું પાડતો ડેમ છે. ગત વર્ષે પણ સસોઈ ડેમમાં ભારે વરસાદના કારણે પાણીની સારી આવક થઈ હતી, તો આ વખતે પણ કુદરત મહેરબાન બનતા એક જ વરસાદમાં સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે.