ગુજરાત

gujarat

ETV Bharat / videos

સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક 138.28 મીટરની સપાટીએ - narmda news

By

Published : Sep 20, 2019, 5:20 PM IST

નર્મદા: જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૮.૨૮ મીટર નોંધાઇ છે. નર્મદા ડેમના ૨૩ દરવાજા ખુલ્લા છે. સરદાર સરોવર ડેમમાં ૨,૦૭,૯૧૫ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨,૭૦,૬૧૪ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૬૪ મેગાવોટ વિજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૮૧૭ મેગાવોટનું વિજ ઉત્પાદન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details