સારાનો જલપરી અંદાજ જોઇને તમે પણ થઇ જશો ફિદા ! - sara Alikhan
મુંબઇ : સારા અલીખાન પોતાની માતા અમૃતા સિંહ અને ભાઇ ઇબ્રાહિમ અલીખાન સાથે માલદીવમાં રજાઓ માણી રહ્યી છે. તેની તસવીર જોઇને લાગે છે કે, તે ખરેખર જન્નતમાં છે. સારાએ દરિયા કિનારે રજાના દિવસોની વચ્ચે બિકીનીમાં કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. સફેદ બિકીની પહેરેલી સારા દરિયા કિનારે એક જલપરીની જેમ તરતી જોવા મળી હતી. સારાએ કહ્યું હતું કે, જો સ્વર્ગને રંગ હોત તો બેશક તે વાદળી જ હોત. અમુક તસ્વીરોમાં સારા ડાઇવિંગની પણ મજા લેતી જોવા મળી હતી.