અમદાવાદના 36મા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવે ચાર્જ સંભાળ્યો - gujaratinews
અમદાવાદ: રાજ્યના DGP તરીકે આશિષ ભાટિયાની નિમણુક થતાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરની જગ્યા માટે સંજય શ્રીવાસ્તવની નિંમણૂક કરવામાં આવી હતી. સંજય શ્રીવાસ્તવે આજે કમિશનર કચેરી ખાતે ચાર્જ સંભાળ્યો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. બંને અધિકારીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, તે લોકો સુધી જવાનો પ્રયત્ન કરશે. જેથી લોકોને તેમના સુધી આવવું ન પડે.હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં અન્ય વિભાગ સાથે સંકલનમાં રહેશે. જેથી કોરોના મહામારીમાં જલ્દીથી રાહત મળી શકે.શહેરમાં બાળકો,મહિલા અને સિનિયર સિટીઝન સુરક્ષા પર વધુ ધ્યાન આપવામાં આવશે.કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અને સાયબર ક્રાઈમ વધી રહ્યો છે. તેને અંકુશમાં લેવામાં પ્રયત્નો પણ કરવામાં આવશે.