સંજેલીમાં ગુરૂ ગોવિંદ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગુરૂ ગોવિંદજીની પ્રતિમાનું અનાવરણ કરાયું - જન્મ જયંતિ
દાહોદઃ જિલ્લાના સંજેલીમાં ભીલ રાજના અને આદિવાસી સમાજના સુધારક ભગત ક્રાંતિના પ્રણેતા તેમજ સંપસભા માનગઢના સ્થાપક એવા ગુરૂ ગોવિંદ મહારાજ કે, જેમને અંગ્રેજો અને રજવાડા સામે આદિવાસિની સમાજના ક્રાંતિના બીજ રોપનાર ક્રાંતિકારી સમાજ સુધારક ગોવિંદ ગુરૂ મહારાજની શુક્રવારના રોજ 161મી જન્મ જયંતિ નિમિત્તે સંજેલીના આદિવાસી પરિવાર તથા આસપાસના તાલુકાઓમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. સંજેલી તાલુકા મથકે 10 ફૂટ ઉચી ગુરૂ ગોવિંદ મહારાજની પ્રતિમાનું પારંપરિક વેશભૂષા ઢોલ નગારા, ભજન, નાચગાન સાથે ખાટ સાહેબના શોપિંગ સેન્ટરથી આદિવાસી પરિવાર દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. ગુરૂ ગોવિદ ચોકમાં પહોંચીને પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત તરફ આવેલા ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય રામપ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા જિલ્લા સહિત એમપી રાજસ્થાનના આદિવાસી સમાજના વક્તાઓ તેમજ આગેવાનો તાલુકાના સરપંચો વડીલો આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.