ધરમપુર ST ડેપોમાં સેનીટાઇઝરનો છંટકાવ કરાયો - Dharampur
વલસાડઃ જિલ્લામાં હાલમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. જેને પગલે 4થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ છે. જે કારણે ધરમપુર બજાર બંધ રહ્યું હતું. જોકે, કોરોનાની દહેશત વચ્ચે ધરમપુર ડેપોને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો. ધરમપુર નગરપાલિકા દ્વારા ફાયર વાહનનો ઉપયોગ કરીને બંધ ST ડેપોને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો.