ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઇ - સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર

By

Published : Nov 17, 2019, 12:23 PM IST

સુરેન્દ્રનગર: જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સમિતિની બેઠક કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બિસ્માર રોડ રસ્તા, ગામડાના ST રૂટો, આરોગ્ય સેવા, બાકી સરકારી લેણાંની રિકવરી, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રસ્તા રિફ્રેશિંગ કામગીરી, વીમા કંપનીને લગતા પ્રશ્નો, પાક વીમાની અરજીઓ, ગરીબ લાભાર્થીઓને ફાળવેલ પ્લોટની સનદો, જર્જરિત આંગણવાડી કેન્દ્રો વિગેરે તેમજ વિવિધ સામાજિક રાજકીય અને લોક હિતાર્થેના કામો બાબતેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં. આ સંકલનની બેઠકમાં જિલ્લા કલેકટર કે, રાજેશ, અધિક કલેકટર એન.ડી. ઝાલા, એસ.પી. મહેન્દ્ર બગડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તેમજ વિવિધ સરકારી ખાતાના અધિકારીઓ, વીમા કંપની અને પીજીવીસીએલના જવાબદાર અધિકારીઓ, સાંસદ, નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, નગરપાલિકાના ચીફ ઓફિસર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા, આ સંકલન સમિતિની બેઠકમાં પાટડી દસાડા વિધાનસભાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, ઋત્વિકભાઈ મકવાણાએ લોક સમસ્યાઓ, ખેડૂતોને પડતી અગવડતા મામલે અને શહેરમાં આરોગ્ય વિષયક કામગીરી, જવાબદાર જગ્યા ઉપર શિક્ષિત લોકોને જવાબદારી સોંપવા, પાક વિમાના સર્વે બાબતે અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સીએમના આગમન વેળાએ રસ્તા રિફ્રેશિંગ સામે સવાલો ઉઠાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details