પોરબંદરમાં અસંતુષ્ટ ગ્રાહકે સેમસંગ કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી - ગ્રાહક સુરક્ષા કચેરી
પોરબંદરઃ દિવસેને દિવસે મોબાઈલ કંપની દ્વારા અલગ-અલગ જાહેરાતો કરવામાં આવે છે. કસ્ટમરને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં મોટા ખર્ચાઓ કરી નાખે છે, પરંતુ મોબાઇલ ખરીદી કર્યા બાદ કંપનીઓ પોતાના ગ્રાહકોને સંતોષકારક જવાબ આપતી નથી. મોબાઇલમાં ખામી સર્જાય હોય, તો ગ્રાહક ધક્કા ખાઇ ખાઈને પરેશાન થઇ જાય છે. આવું જ કંઈક બન્યું છે, પોરબંદરના એક સેમસંગ કંપનીના એક ગ્રાહક સાથે. પોરબંદરમાં રહેતા પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગ્રાહક સુરક્ષા કચેરીમાં શનિવારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મૂજબ 3 મહિના પહેલા તેઓએ સેમસંગ કંપનીનો મોબાઇલ ખરીદ્યો હતો. જેના એક માસ બાદ ખરાબ થઈ જતા કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો, પરંતુ વારંવાર ધક્કા ખાવા છતા સંતોષકારક જવાબ ન મળતા કંટાળીને પોરબંદર ગ્રાહક સુરક્ષા કચેરી ખાતે પ્રદ્યુમનસિંહે samsung કંપની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.